નવી દિલ્હી: JNU પરિસરમાં રવિવારે થયેલી હિંસા (Violence) નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ હુમલાના વિરોધમાં સોમવારે અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. રાજકારણ (Politics) થી લઈને ખેલ જગતના લોકોએ હુમલાની ટીકા કરી છે. પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) આ હિંસાના આરોપીઓ પર કડક કાર્યવાહીની માગણી કરી છે. જ્યારે બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ પણ હુમલાની ટીકા કરવાની સાથે સાથે કેટલાક સવાલો ઉઠાવ્યાં છે. તેણે આ મામલે ત્રણ ટ્વીટ કરી.
ગૌતમ ગંભીર અને જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) એવા ખેલાડીઓમાં ગણાય છે જેઓ સામાજિક અને રાજકીય મુદ્દે પોતાના મત ખુલીને રજુ કરે છે. ગંભીર તો હવે નેતા પણ બની ચૂક્યા છે. ભાજપના આ સાંસદે જેએનયુમાં થયેલી હિંસા બાદ ટ્વીટ કરીને કહ્યું કે યુનિવર્સિટી કેમ્પસમાં આવી હિંસા ભારતીય રાષ્ટ્રની સોચથી બિલકુલ વિપરિત છે. વિચારધારા શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, વિદ્યાર્થીઓને આ પ્રકારે નિશાન બનાવવા જોઈએ નહીં. તે ગુંડાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જેમણે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરીને આવું દુ:સાહસ કર્યું છે.
જ્વાલા ગુટ્ટાએ પણ રવિવારે રાતે બે ટ્વીટ કરી. પહેલી ટ્વીટમાં લખ્યું કે જેએનયુમાં હિંસા, આ શું થઈ રહ્યું છે...આ શું છે!! તેમણે થોડીવાર બાદ અન્ય એક ટ્વીટ કરીને કહ્યું કે શું આપણે બધા હજુ પણ આ રીતે ચૂપ બેસી રહીશું? જુઓ આપણા વિદ્યાર્થીઓ સાથે શું થઈ રહ્યું છે?
આ VIDEO પણ ખાસ જુઓ...
જ્વાલા ગુટ્ટાએ આજે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી અને ટ્વીટ કરીને કહ્યું કે આખરે જે લોકો દોષિત ઠર્યા હતાં તેઓ પકડાયા કેમ નહીં અને તમના પર ગુનો કેમ દાખલ કરાયો નથી? આખરે સુરક્ષાકર્મીઓ યુનિવર્સિટી બહાર શું કરી રહ્યાં છે?
જ્વાલા ગુટ્ટાએ આ અગાઉ પણ હૈદરાબાદમાં બળાત્કારના 4 આરોપીઓના એન્કાઉન્ટર ઉપર પણ સવાલ ઉઠાવ્યાં હતાં. તેણે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે "શું આ બધુ ભવિષ્યના બળાત્કારીઓને રોકી શકશે? અન્ય એક મહત્વપૂર્ણ સવાલ, શું હવે દરેક રેપિસ્ટ સાથે આવો જ વર્તાવ થશે...તેમની સામાજિક પ્રતિષ્ઠા છતાં."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે